છોટાઉદેપુર જિલ્લા બોડેલી સેવાસદન ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

Chhota Udaipur
રિપોર્ટર: ગૌતમ વ્યાસ

૫ મી જૂન ને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનની લોકજાગૃતિ કેળવવાનો સંકલ્પ કરવાનો દિવસ છે અને આજના દિવસે પર્યાવરણના રક્ષણ માટે નો સંદેશો આપવા જુદી જુદી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે જેમાં આજના દિવસે ઠેર-ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સેવા સદન ખાતે બોડેલીના મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારી શિવાની ગોયલ (I.A.S ) તેમજ નાયબ કલેકટર ઉમેશ શાહ ની ઉપસ્થિતિમાં એક વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મદદનીશ વન સંરક્ષણ કે.એમ.બારીયા, મામલતદાર જી.આર. હરદાસાણી, તાલુકા વિકાસ અધિકારી હસમુખ રાઠવા સહિત ના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પોતાના હાથે વૃક્ષ રોપી તેને ઉછેરી અને જતન કરવાનો સંકલ્પ લઈ લોકોને એક વૃક્ષ વાવી તેનો ઉછેર અને જતન કરવાનો સંદેશો આપ્યો હતો.આ પ્રસંગે બોડેલીના મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારી શિવાની ગોયલ એ પર્યાવરણ દિવસ આપણને મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે અતૂટ સંબંધ છે એની યાદ અપાવે છે. મનુષ્ય તેના ખોરાક-પાણી,વરસાદ,તડકો, કપડા જેવી દરેક જરૂરિયાતો માટે પ્રકૃતિ પર નિર્ભર છે અને તેના માટે આપણે પ્રકૃતિનું સારી રીતે ધ્યાન રાખવું જોઈએ અને તેની સાથે મળીને રહેવું જોઈએ તેમ કહી તેઓએ છોટાઉદેપુર જિલ્લામાં ચાલી રહેલા રેત ખનન નું ઉદાહરણ આપતા કેટલાક લોકો પોતાનો નફો રળવા રેતીનું ખનન કરી રહ્યા છે જેને લઇને પીવાના પાણીની સમસ્યા ઊભી થાય છે તેમ જણાવી તેઓએ આજે આપણે વિકાસના નામ પર પ્રકૃતિને નષ્ટ કરી રહ્યા છે જે ન થવું જોઈએ અને તેના માટે આજના પર્યાવરણ દિવસે દરેક વ્યક્તિ પોતાના ઘર પાસે કે ખુલ્લી જગ્યામાં એક વૃક્ષ વાવી તેના ઉછેર અને તેનું જતન કરવા સંકલ્પ કરે તેમ જણાવ્યું હતું.બોડેલીના ફોરેસ્ટ ઓફિસર એન.સી. રાઠવાએ એક વૃક્ષ આપણું જીવન બદલી નાખે છે અત્યારે બાર તડકો હોય તડકો છે ત્યારે આપણી વૃક્ષ નીચે તેના છાયડામાં ઉભા છે તો આપણે પણ આખું વિશ્વ હરીયાળુ બને અને વાતાવરણ સ્વચ્છ થાય શુદ્ધ બને અને ગ્લોબલ વોર્મિંગનું સંકટ ટળે તેમ કહી તેઓએ પણ દરેકની એક વૃક્ષ વાવવા જિલ્લા વન વિભાગ વતી કરી હતી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *