રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
સીતાપુર બેઠક પરના સદસ્ય અને સિંચાઈ ચેરેમને અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભલામણ કરી હતી.
અમદાવાદ જિલ્લા પંચાયતના સિંચાઈ ચેરમેન અને માંડલ તાલુકાના જિ. પં. બેઠક સીતાપૂરના સદસ્ય અમરસિંહ ઠાકોરની અમદાવાદ જિલ્લા પંચાયતમાં સચોટ અને ધારદાર રજુઆતને પગલે જિલ્લાનું હરિપુરા ગામને અને પાણીનો બોર મળી ગયો છે. હરિપુરા ગ્રામજનોની છેલ્લાં કેટલાંક વર્ષોથી પાણીના બોર માટેની રજુઆત હતી. હરિપુરા ગામ માટે પીવાનું પાણી એ એક ચિંતાનો વિષય હતો. હરિપુરા ગ્રામજનોએ પીવાના પાણી માટે કૂવે અથવા તળાવે દરરોજ ભરવા જવું પડતું હતું. પરંતુ અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય અમરસિંહ ઠાકોરને આ બાબતે ધ્યાન દોરતાં તેમને જિલ્લાના પ્રમુખ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કડકમાં કડક રજુઆત કરીને હરિપુરા ગ્રામજનો માટે સંપ,મોટર અને બોર મંજુર કરાવ્યો હતો. જોકે આ બોર માટેના કામકાજ માટે અમદાવાદ જિલ્લા પંચાયતે ટીમ પણ મોકલી હતી અને આ બોરના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હરિપુરા ગામના સરપંચ તેમજ અમદાવાદ જિલ્લા પંચાયતના સિંચાઈ ચેરમેન અને માંડલ તાલુકાના જિ. પં. બેઠક સીતાપૂરના સદસ્ય અમરસિંહ ઠાકોર તથા ગ્રામજનો અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.