રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
પાણીનો ટાંકો ભરી ઇલેક્ટ્રિક મોટરનો વાયર સંકેલતી વખતે વિજ શોક લાગતાં ૧૦૮ મારફત ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં ડોક્ટરે મૃત જાહેર કરેલ.
કેશોદના મામાના ઘરે રહેતી એક સગીરાનું વીજશોક લાગતાં મોત નીપજ્યું હતું સગીરાને 108 મારફત પ્રથમ ખાનગી બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી.જ્યાં હાજર ડોક્ટરે મૃત જાહેર કરતાં પરિવારજનો શોકમાં ગરક થઈ ગયા હતા પ્રાપ્ત વિગત મુજબ નિશાબેન ચૌહાણ લોક ડાઉન અને સ્કૂલ વેકેશનના કારણે કેશોદમાં તેના મામા અશ્વિનભાઈના ઘરે રહેતી હતી સગીરા ગુરુવારના દિવસે પાલિકાનું પાણી ભરી ઇલેક્ટ્રિક મોટરનો વાયર સંકેલતી વખતે સ્વીચ બંધ હોવા છતાં વીજ શોક લાગતા બેભાન થઈ જતા સૌ પ્રથમ 108 મારફત ખાનગી અને ત્યાર બાદ સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં હાજર ડોક્ટરે મોત નિપજયાનું જણાવતા પરિવાર ભાંગી પડ્યો હતો. સગીરા બાળપણથી તેના મામાને ઘરે રહેતી હતી અને ઘુસિયા ભણતી હતી મોતના સમાચાર મળતાં સગીરાના પિતા માલજીજવા રહેતા હોય ત્યાંથી હોસ્પિટલ દોડી આવ્યા હતા આ ઘટનાના પગલે પરિવારમાં ગમગીની વ્યાપી હતી.