રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
લોકડાઉન-4 પછી કેન્દ્રની નવી આત્મનિર્ભર ગાઈડલાઈન મુજબ હવે બજારો સવારના 7 થી સાંજે 7 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે પાટડી તાલુકાના ઝીંઝૂવાડા ગામનો યુવાન પાટડીની બજારમાં કપડાંની ખરીદી કરવા માટે આવ્યો હતો. જોકે સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા આ યુવાન એક કોમ્પ્લેક્સની સીડી પર બેઠો હતો અને ત્યાંથી બે પોલીસ કર્મચારીઓ પસાર થતા તે યુવાન પર નજર જતાં તેને નજીક બોલાવી તેને દસ બાર લાફા ઝીંકી દીધા હતા અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ તેને ચામડાંના પટ્ટાથી ઢોર માર માર્યો હતો. જોકે યુવાને ઘરે જઈને જાણ કરતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને પાટડી પંથકમાં વાત લીક થતાં સમગ્ર પંથકમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જોકે આ યુવાનને ઢોર માર મારવામાં આવતાં પાટડીના બે પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આમ જો રક્ષક જ ભક્ષક બને તો પછી પ્રજાનું કોણ ?