અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના તાઇવદર ગામે વાડી વિસ્‍તારમાંથી જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને એલ.સી.બી. ની ટીમ એ ઝડપ્યા

Amreli Latest
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૧૧,૨૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબનાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ શરૂ રાત્રિના બાબરા તાલુકાના તાઇવદર ગામે સોમાભાઇ બાવકાભાઇ સોસાની વાડીના ઝુંપડા પાસે લાઇટના અજવાળે જાહેરમાં કેટલાક ઇસમો જાહેરમાં તીન-પત્તીનો પૈસા-પાનાથી હારજીતનો જુગાર રમે છે. તેવી ચોક્કસ બાતમીના આધારે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા સાત ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ હોય, આરોપીઓએ જુગાર રમવા ઉપરાંત સોશ્યિલ ડિસ્ટન્સ નહીં જાળવી, માસ્‍ક નહીં પહેરી, કરફ્યુ સમય દરમ્‍યાન બિનજરૂરી ઘરની બહાર નીકળી જાહેરનામાનો ભંગ કરેલ હોય, જે તમામ સામે જુગારધારા મુજબ તેમજ જાહેરનામા ભંગ બદલ ધોરણસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમો
(૧ સોમાભાઇ બાવકાભાઇ સોસા, ઉ.વ.૪૫, રહે.તાઇવદર, તા.બાબરા, જી.અમરેલી.
(૨ હનીફભાઇ સોરાબભાઇ જલવાણી, ઉ.વ.૩૨, રહે.તાઇવદર, તા.બાબરા, જી.અમરેલી.
(૩ નિલેષભાઇ બાઘાભાઇ ડાંગર, ઉ.વ.૩૭, રહે.તાઇવદર, તા.બાબરા, જી.અમરેલી.
(૪ ભગુભાઇ હકુભાઇ સાંખ, ઉ.વ.૪૦, રહે.તાઇવદર, તા.બાબરા, જી.અમરેલી
(૫ બશીરભાઇ હબીબભાઇ જલવાણી, ઉ.વ.૨૩, રહે.તાઇવદર, તા.બાબરા, જી.અમરેલી.
(૬ તાજખા સાકરખા જલવાણી, ઉ.વ.૫૪, રહે.તાઇવદર, તા.બાબરા, જી.અમરેલી.
(૭ જમીયતખાન આરબખાન જલવાણી, ઉ.વ.૬૨, રહે.તાઇવદર, તા.બાબરા, જી.અમરેલી.

પકડાયેલ મુદામાલ
રોકડા રૂ.૧૧,૨૨૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૧૧,૨૨૦/- નો મુદ્દામાલ.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *