પાણીખડક ગામેથી ગુજરાત ગેસ કંપનીની પાઇપ લાઇન રસ્તાની બાજુમાં જમીનમાંથી પસાર કરવામાં આવેલી છે, બુધવારે સવારે લાઈનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગ વધુ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી.દરમ્યાન ગામના સરપંચ પતિ યોગેશભાઈ સહિતના આગેવાનો તેમજ ગામલોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સરપંચ પતિએ જણાવ્યું કે ગેસ લાઈનમાં કોઈ કારણથી આગ લાગવાની જાણ થતાં તરત જ ગેસ કંપનીની કચેરીમાં જાણ કરતા કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગેસ લાઈનનો વાલ બંધ કરી દેતા ગેસનો સપ્લાય બંધ થઈ ગયો હતો,જેના પગલે આગ ધીમેધીમે ઓછી થઈ હતી,અને એટલામાં જ ફાયર બ્રિગેડની ગાડી પણ ત્યાં આવી પહોંચતા પાણીનો છંટકાવ શરૂ કરી દેતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
પાણીખડકમાં 3કલાક વીજ પુરવઠો બંધ
આગની ઘટનમાં વીજ કંપનીની પસાર થયેલી લાઈનનો કેબલ બળીને ખાક થઈ ગયો હતો.જેને બદલવા ત્રણથી ચાર કલાક વીજ પુરવઠો બન્ધ કરવો પડ્યો હતો.અંદાજે સાત આઠ હજારનું નુકસાન થયું હતું.