રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રશ્ર્ને છેલ્લા કેટલાક દિવસથી તંત્ર ધ્વારા ફેન્સીંગ વાડ બનાવવાના પ્રશ્ર્ને તંત્ર અને ત્યાં 6ગામના સ્થાનિક લોકો વચ્ચે ઘરષણ સજૉય રહ્યું છે.આદિવાસીઓ તેમજ ત્યાંના સ્થાનિક લોકો આ અંગે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.ત્યારે સ્થાનિક લોકોના પ્રશ્ર્નો નો સુખદ ઉકેલ થાય અને તેનું સુખદ સમાધાન થાય તેવા પ્રયત્નો આપણા દેશના વડા પ્રધાન શ્રી,તેમજ રાજ્યના મુખ્ય મંત્રી શ્રી,આપશ્રીના માધ્યમથી કરવા અમે જીલ્લાના તમામ સરપંચશ્રીઓ આપને વિનંતી કરીએ છીએ.અમારી આપને નંમ્ર વિનંતી છે કે આપશ્રીના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી સાથે ગાંધીનગર ખાતે ગામના સરપંચશ્રીઓ તેમજ કુલ-6 ગામના આગેવાનો અને જીલ્લાના સરપંચશ્રીઓની તાત્કાલીક બેઠક બોલાવવામાં આવે અને ચચૉ વિચારણા કરી તેનો સુખદ ઉકેલ લાવવામાં આવે તેવી સરપંચ પરિષદ-ગુજરાત નમૅદા ઝોન પ્રમુખ નિરંજનભાઈ વસાવા.તિલકવાડા પ્રમુખશ્રી અરૂણભાઈ તડવી.ગરૂડેશ્ર્વર તાલુકા પ્રમુખ શીતલબેન તડવી.સાગબારા પ્રમુખશ્રી સુરેન્દ્રભાઈ વસાવા.રાજુભાઈ વસાવા.રાજેન્દ્રભાઈ વસાવા.જેસવરભાઈ વસાવા.જગદિશભાઈ વસાવા દ્રારા જીલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ શ્રીઓ તેમજ જીલ્લાના તમામ સરપંચશ્રીઓની આપ સાહેબશ્રીને નંમ્ર વિનંતી કરવામાં આવી છે.