રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી
અંબાજીમાં ગુલજારીપુરા આગળ માધ્યમિક શાળાની સામે દુકાનમાં ચોરો એ હાથફેરો કર્યો. દુકાનની પાસેની દુકાન- ગોડાઉનમાં લાગેલા cctv કેમેરાના વાયરો કાપીને દુકાનમાંથી અંદાજે 12000 જેટલો માલસામાન લઈ ફરાર થયા. દુકાનની ઉપરથી પતરા ખોલી, દુકાન માં ઉતરી ચોરીને આપ્યો અંજામ. અગાઉ પણ આ જ દુકાનને ત્રણ થી ચાર વાર નિશાન બનાવી છે. ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસ પહોંચી ઘટના સ્થળે પોંહચી.