રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
પ્રાપ્ત વિગતો અનુસાર. ગુજરાતમાં પણ ચોમાસું બેસવાની તૈયારીઓ છે. આ પહેલા જ ગુજરાતીઓ માટે સારા સમાચાર આવ્યા છે, કારણ કે ગુજરાત ની જીવા દોરી એટલે નર્મદા ડેમ જે નું પાણી છેક કચ્છ સુધી પોહચાડવામાં આવે છે નહેરો મારફતે જેથી ગુજરાત માં પાણી ની અછત સર્જાતી નથી ગયા ચોમાસા માં સારો એવો પાણી નું સંગ્રહ નર્મદા ડેમમાં થવાથી હાલ ઉનાળા માં પાણીની મોટા ભાગના વિસ્તારમાં સમસ્યા સર્જાઈ નથી જ્યારે મધ્યપ્રદેશ ઉપરવાસમાં હાલ વરસાદ પડી રહ્યો છે જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે.કેવડિયામાં આવેલા સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક સારી થઇ છે .અને પાંચ દિવસમાં ડેમની સપાટી બે મીટર વધી છે. જેથી હાલ ડેમની સપાટી 123.02 મીટર પર પહોંચી છે.અને ઉપરવાસમાંથી 12 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે.