કતવારાના લાલચંદભા હઠીલાનો પરિવાર રાતના સુઇ ગયા હતા. તે દરમિયાન મોઢે કપડુ બાંધેલા બે લૂંટારૂઓ ઘરની પાછળની દિવાલમાં બાકોરૂ પાડીને ઘરમાં ઘુસીને ચાંદીનો કંદોરો, ચાંદીની કંઠી, પગની વિછુડી, ચાંદીના હાથના ગજરા તેમજ પાકીટમાં મુકેલ નાની ચોકરી, ઘરમાં મુકેલ પાયલ (છડા) મળી કુલ રૂ.26,000ના દાગીના તથા પાકીટમાંથી રોકડા 8,000 મળી કુલ 34,000નો મુદ્દામાલ ચોરી કરી લઇ ગયા હતા.
એક ચોર લૂંટારૂ ઘરના આગળના દરવાજેથી તેમજ બીજો પાછળના દિવાલમાં પાડેલા બાકોરામાંથી ભાગી ગયો
આ દરમિયાન રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં છોકરાની વહુ સંગીતાબેન અવાજ થતાં જાગી જતાં એક ચોર લૂંટારૂ ઘરના આગળના દરવાજેથી તેમજ બીજો પાછળના દિવાલમાં પાડેલા બાકોરામાંથી ભાગી ગયો હતો. આ ચોરીની ઘટના સંદર્ભે સુમિત્રા હઠીલાએ કતવારા પોલીસ મથકે અજાણ્યા બે ચોર લૂંટારૂઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ચોરોની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.