મલાવ કૃપાલુ સમાધિ મંદિર દ્વારા કોરોના સંક્રમણ ન ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે ૩૦મી જૂન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે : મલાવ કૃપાલુ સમાધિ મંદિર ટ્રસ્ટ.
હાલ સમગ્ર ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનલૉક-૧ જાહેર કરવામાં આવ્યું છે અનલૉક-૧ માં સરકાર દ્વારા દુકાનો,ઉદ્યોગો અને મંદિરો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ કોરોનાનો વ્યાપ હજુ પણ યથાવત છે કોરોનના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે.
કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનનો પગ પેસારો હજુ પણ યથાવત છે મલાવ ગામના માજી સરપંચને ડાયાબિટીસની તકલીફ હોવાથી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા જ્યાં તેઓને વધારે તાવ આવતા સરકારની ગાઇડલાઇન પ્રમાણે કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવતા કાલોલ તાલુકા આરોગ્ય તંત્ર હરકામાં આવ્યું હતું.
કોરોના પોઝિટિવ રિપોર્ટને લઈને કાલોલ તાલુકા સ્થાનિક તંત્ર ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર પ્રાંત અધિકારી વિશાલ સક્સેના કાલોલ મામલતદાર,નાયબ મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર સહીત આરોગ્ય ટીમે માલવ ખડકી ફળિયાની મુલાકાત લીધી હતી.
પ્રાંત અધિકારી વિશાલ સક્સેનાએ કોરોના ગ્રસ્ત એરિયાના ૨૩ મકાનોના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન માં પરિવર્તિત કરવા માટે સૂચનો આપ્યા હતા તદ્ઉપરાંત કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપલબદ્ધ કરાવવા તેમજ કોરોના વાયરસ અંગેની તકેદારીના ભાગરૂપે સ્થાનિક તંત્ર સાથે ચર્ચા કરી હતી તાલુકા હેલ્થ ઓફિસર ડો.મિનેષ દોશીના જણાવ્યા મુજબ કોરોના ગ્રસ્ત પરિવારના ૨ વ્યક્તિ તેમજ કોરોના ગ્રસ્ત વ્યક્તિના ધર્મ પત્નીની વ્યાજબી ભાવની દુકાન હોવાથી કોરોના ગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલા અને વ્યાજબી ભાવની દુકાને સરકારની ગાઈડલાઈન મુજબ ગ્રાહકને પૂરતા પ્રમાણમાં જથ્થો મળે તે માટે નિરીક્ષકમાં મુકાયેલા સરકારી શાળાના પ્રાથમિક શિક્ષક,વ્યાજબી ભાવની દુકાનનો તોલાટ,વ્યાજબી ભાવની દુકાનદારનો મુનીમ તથા ડ્રાઈવર અને ઘરકામ કરતી મહિલા સહીત કુલ ૭ વ્યક્તિઓને સરકારી કોરેન્ટાઇનમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ કોરોના ગ્રસ્ત વ્યક્તિના સીધા સંપર્કમાં આવેલ ૬૦ જેટલા વ્યક્તિઓને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.અને મલાવ ગામમાં ૬૩૦ જેટલા મકાન અને ૨૯૬૭ વ્યક્તિઓનો બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.તથા સમગ્ર ગામને સૅનેટાઇઝ કરવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત તાલુકા આરોગ્યની ૮ જેટલી ટિમો બનાવીને ૨૮ દિવસ સુધી તબક્કાવાર મલાવ ગામના સ્થાનિકોનું આરોગ્ય ચેક કરશે.
Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel NO 981 સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.