ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાઠામા ઉભૂ થયેલા ” નિસર્ગ” વાવાઝોડાને કારણે વાતાવરણમા પલટો આવ્યો હતો.જોકે વાવાઝોડૂ મહારાષ્ટ તરફ ફંટાઇ જતા ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ટળ્યો હતો. વાવાઝોડાની અસરને કારણે ગૂજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે.આમેય પાછલા દિવસથી ગુજરાતમા ભારે ગરમી પડતી હતી. પંચમહાલ જિલ્લામાં બપોરે અચાનક વાદળછાયુ વાતાવરણ થઇ જવા પામ્યુ હતું અને ધીમીધારે વરસાદ શરૂ થઇ ગયો હતો.તો જિલ્લાના ગ્રામિણ વિસ્તારમા પણ વરસાદ પડવા લાગ્યો હતો. વરસાદને કારણે ઠંડક પ્રસરી હતી.અને ગરમીથી જિલ્લાવાસીઓને રાહત મળી હતી.