રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
આદિવાસી યુવા પરિષદ વતી મુખ્ય સંયોજક ડૉ. કિરણ વસાવા દ્વારા સાગબારા તાલુકા ના સરપંચ સંઘ ના પ્રમુખ શ્રી સુનિલભાઈ( નવાગામ)ને કોવિડ-૧૯ બાદ આવનાર મુખ્ય 3 સમસ્યાઓનું સમાધાન કરવા બાબતે આવેદન પત્ર આપવા માં આવેલ.
તે અનુસંધાને સાગબારા તાલુકા ના સરપંચ સંઘ દ્વારા નર્મદા કલેટર શ્રી ને આવેદન પત્ર આપવા માં આવ્યું અને તે 3 માંગો ને સંતોષવા માટે રાજ્ય સરકાર માં માંગ કરવા માં આવે તે બાબતે નિવેદન કરવા માં આવ્યું.
મુખ્ય 3 પ્રશ્નો
૧.ગુજરાત માં શાળા તેમજ કોલેજો ની પ્રથમ સત્ર ની તમામ ફી માફ કરવામાં આવે.
૨.ગુજરાત માં માર્ચ થી જૂન ૨૦૨૦ સુધીનું વીજળી બિલ માફ કરવામાં આવે.
૩.આવનાર ચોમાસું પાક માટે તમામ ખેડૂતોને બિયારણ અને ખાતર મફતમાં આપવામાં આવે.
ઉપરોક્ત તમામ પ્રશ્નો ના નિરાકરણ બાબતે ઘટતું કરવા નર્મદા જિલ્લા કલેટર ને આવેદનપત્ર આપવા બદલ તમામ સરપંચ શ્રીઓ નો દિલ થી આભાર સાથે નર્મદા જિલ્લા ના કલેકટ શ્રી રાજ્ય સરકાર પાસે આ તમામ માંગો ને વહેલી તકે પોહચાડે એવી અપેક્ષા તેમ પત્ર માં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.