રિપોર્ટર: ગૌતમ વ્યાસ
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામે દલસુખભાઇ રૂપજીભાઇ ચૌધરી અને અશોકભાઈ કેસરીમલભાઇ માલી વચ્ચે સરકારી જગ્યામાં ઉકરડા બાબતે સામાન્ય બોલાચાલી થતા ગામના સરપંચ અને આગેવાનોની મધ્યસ્થામાં સમાધાન થયું હતું,
જેની રીસ રાખી અશોકભાઈ કેસરીમલભાઇ માલીએ એકસંપ થઇ ગેરકાયદેસર મંડળી બનાવી મારક હથિયારો સાથે વૈષ્ણવદેવી માતાજી મંદિરના કંપાઉન્ડમાં આવી પથ્થરમારો ગાય-ભેંસના તબેલા પતરા,નળીયા તોડી નાખતા ભારે નુકસાન પહોંચાડ્યું હતું,અને વિજયભાઈ તુલસીભાઇ ચૌધરીને લાકડીના સપાટા મારી ડાબા કાને અને ડાબા પગે,જીતેન્દ્રભાઇ નગીનભાઇ ચૌધરીને લાકડીના સપાટા મારતાં ડાબા હાથની આંગળીએ, દલસુખભાઇ રૂપજીભાઇ ચૌધરી લાકડીના સપાટા મારી ડાબા પગની ઘુટણના ભાગે અને દક્ષાબેન દલસુખભાઇ ચૌધરીને લાકડીના સપાટા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી,અભદ્ર ભાષામાંનો ઉપયોગ કરીને આ ચૌધરાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ઇસમો ફરાર થઇ ગયા હતા,જ્યારે ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અથૅ લઇ જવામાં આવ્યા હતા,છુટાદોરની મારામારી બનાવની આજુબાજુના રહીશોને ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે નેત્રંગના કંબોડીયા ગામે હિંસક છુટદોરની મારામારી અને પથ્થરમારાની ગંભીરતા જાણી નેત્રંગ પોલીસેે ૧૦-૧૨ જેટલા ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રોગતિમાન કયૉ હતા,બનાવના પગલે સમગ્ર વિસ્તારની પ્રજામાં ચચૉનો દોર શરૂ થયો હતો.