કોરોના વાઈરસને લઇને સુપ્રસિદ્ધ નિલકંઠ ધામ પોઇચા સ્વામિનારાયણ મંદિરનું પ્રદર્શન આજથી ભક્તો અને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. દૂરથી આવતા ભક્તો માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યું છે. પરંતુ ભક્તોની અવરજવરને લઇને મંદિર પરિસરમાં તમામ સાધનોની સેનેટાઇઝરથી સફાઇ કરવામાં આવે છે. અને કોઈને મુશ્કેલી ન પડે એ માટે મંદિર પરિસરમાં સવાર બપોર સાંજ સેનેટાઇઝર ડિટર્જન્ટ લિક્વિડનો છંટકાવ કરવામાં આવે છે.
ભક્તો બહાર ન નીકળે એ માટે ઓનલાઇન દર્શનની વ્યવસ્થા
નિલકંઠ ધામ પોઇચા સ્વામિનારાયણ મંદિરના સંચાલક ચૈતન્યસ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વાઈરસને લઈને સરકાર જાગૃતિ બનીને સાવચેતી રાખી રહી છે, તો આપણી પણ ફરજ બને છે સરકારની સૂચના મુજબ આપણે આ કોરોના વાઈરસ રોકવા તેમની મદદ કરવી જોઈએ, અમે મંદિર પરિસર માત્ર દર્શન માટે ખુલ્લું રાખ્યું છે, બાકી તમામ પ્રદર્શનો, નગરયાત્રા, સ્વિમિંગ પુલ, ચકડોળ, ચા નાસ્તા અને સ્ટોલ વિભાગ સહિતના વિભાગો 29 માર્ચ સુધી સંપૂર્ણ બંધ કરી દીધા છે. દૂરથી આવતા ભક્તો માટે મંદિર ખુલ્લું છે, પરંતુ લોકો બહાર નીકળે તો ઇફેક્ટમાં આવે એના કરતા યૂ ટ્યૂબ અને નીલકંઠ ધામની વેબ ચેનલ પર અમે ઓનલાઇન આરતી અભિષેકના વીડિઓ અપલોડ કરી રહ્યા છીએ, જેથી ભક્તો ઘર બેઠા દર્શનનો લાભ લઇ શકે