રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા સાથે ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
જિલ્લામાં હવે કોરોના પોઝિટીવ ના એકજ દરદી સારવાર હેઠળ
રાજપીપળા આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં નાંદોદ તાલુકાના મયાસી ગામના પ્રફુલભાઇ પરસોત્તમભાઈ પટેલ તેમના ધર્મપત્નિ અનસુયાબેન પટેલ અને ૧૧ વર્ષિય પુત્ર કૃણાલ પટેલ આમ એક જ પરિવાર ના ૩ સભ્યોએ આજે કોરોનાને માત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી, ત્યારે સાજા થઇને પોતાના ઘરે જઇ રહેલાં દરદીઓને મેડીકલ સ્ટાફે શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કુલ-૧૯ પોઝિટીવ કેસો પૈકી સાજા થયેલા કુલ-૧૮ દરદીઓને રજા અપાઇ છે. આમ, હવે નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ નો એકજ દરદી સારવાર હેઠળ છે.