રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા સાથે ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
મનસુખભાઇ વસાવા અને ગણપત રબારી ને તીરથી વીંધી નાંખીશુ અને પાળીયાથી ટુકડા ટુકડા કરી દઇશુ ની ફોન પર ધમકી બાબતે ભાગ્યેશ વસાવા તેમજ અન્ય એક સામે ફરિયાદ. હાલ ઘણા દિવસ થી ચાલી રહેલા કેવડિયા છ ગામના અસરગ્રસ્તો ના ઘર્ષણ નો મામલો દિવસે દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે જેમાં પોલીસ અને ગામના લોકો વચ્ચે વારંવાર ઘર્ષણ ઉભું થાય છે. આ મામલે પી.એમ. મોદી સુધી પણ ફરિયાદ કરેલ છે પરંતુ સ્થાનિક રાજકીય આગેવાનોમાં ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા આ મામલે કેમ ચૂપ છે તેમ કહી ગત તારીખ 2 જૂનની સાંજે મનસુખભાઇ પર ઉપરથી વાત કરનાર ભાગ્યેશ વસાવા તથા અન્ય એક વ્યક્તિ એ ધમકી આપી હોવાની ફરિયાદ ખુદ સાંસદ મનસુખભાઇ એ રાજપીપળા પો.સ્ટે.માં કરી છે.
ફરિયાદ માં જણાવ્યા મુજબ ગત તારીખ 2 જૂન ની સાંજે મનસુખભાઇ પર મો ઉપરથી વાત કરનાર ભાગ્યેશ વસાવા તથા અન્ય એક વ્યક્તિ એ જણાવ્યું કે કેવડીયા આદિવાસીઓ ઉપર તમારી સરકાર જુલ્મ ગુજારે છે તમે ચુપ કેમ છો ? તમને અને ગણપત રબારી ને તીરથી વીંધી નાંખીશુ અને પાળીયાથી ટુકડા ટુકડા કરી દઇશુ તેમ કહી ગમેતેમ ગાળો બોલી ધમકી આપી ગભરાટ ફેલાવતા મનસુખભાઇ વસાવા એ ધમકી બાદ ગતરોજ રાજપીપળા પો.સ્ટે.માં ભાગ્યેશ વસાવા અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે આ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તપાસ ટાઉન પી.આઈ. આર.એન.રાઠવા કરી રહ્યા છે.