રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના ગામડાઓમાં અતિ ભારે બફારા બાદ ધીમે ધારે મેઘરાજાની પધરામણી.
સાવરકુંડલા પંથકના આંબરડી સહિત ગ્રામ્ય પંથકોમા તોફાની પવન સાથે ધોધમાર વરસાદ.
જાફરાબાદમાં આજે સવારના બફારા બાદ વરસાદના હળવા ઝાપટાં જોવા મળ્યા હતાં.
જાફરાબાદમાં સવારથી વાદળાં છવાયા, વાતાવરણમાં બપોરના સમયે વરસાદ પડતા લોકોને ગરમીમાં થોડી રાહત મળી હતી.
હવામાન ખાતાની આગાહી પગલે 3 થી 5 તારીખ ગુજરાતમાં વાવાઝોડાની આફતો છે.
ખેડૂતોને હજી પાક ખેતરમાં હોય એટલે નુકશાન થાય તેવુ લાગે છે જાફરાબાદમાં થોડી વારમાં બે મી.મી. વરસાદ નોંધાયો હતો.
3 જુન થી 5 જુન સુધીમા વાવાઝોડાના પગલે અતિભારે પવન તેમજ વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
અમરેલી જીલ્લાના સમગ્ર પંથકમા આકાશ વાદળોથી ઘેરાયુ.