નિસર્ગ વાવાઝોડાની આગાહીને પગલે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે તમામ બોટોને કાંઠે લાંગરી દેવાઇ છે. ત્યારે શિયાળબેટમા 40 જેટલા લાેકાે પીપાવાવ પોર્ટ અને શિયાળબેટમા અટવાયા હતા. આજે એનડીઆરએફની ટીમ દ્વારા ખાસ બોટ મારફત આ લોકોને પોત પોતાના સ્થળે પહાેંચાડાયા હતા.
નિસર્ગ વાવાઝોડાની આગાહીને પગલે પીપાવાવ પોર્ટ અને શિયાળબેટ વચ્ચેનો બોટ વ્યવહાર પણ બંધ થઇ થાય ગયો. દરિયો તોફાની બનવાની આશંકા હોવાથી બોટો બંધ થતા અહીના લોકોની અવરજવર બંધ થઇ ગઇ હતી. શિયાળબેટમા રહેતા 20 જેટલા લોકો ટાપુ પર જઇ શકયા ન હતા. અને બે દિવસ સુધી અહી જ રોકાયા બાદ આખરે એન.ડી.આર.એફની ટીમ મદદે આવી હતી.આ તમામ 20 લોકોને એન.ડી.આર.એફની ટીમ દ્વારા ખાસ બોટમા પીપાવાવ પોર્ટ નજીકથી શિયાળબેટ પર પહોચાડવામા આવ્યા હતા. આવી જ રીતે શિયાળબેટ પરથી પણ 20 લોકોને આબાજુના કાંઠે પહોચાડાયા હતાં.