દેશમાં પ્રથમ લોકડાઉન થતાં દીવના ઘણાં લોકો દીવની બહાર ફસાયા અને અમુક લોકો દીવમાં પણ ફસાયા હતા. આ ઉપરાંત ફિશિંગ માટે ચેકપોસ્ટની બહાર અવરજવર તેમજ જરૂરી માલ દીવ લાવવો તેવી દરેક પ્રશ્નો માટે ચેકપોસ્ટ ઉપરથી અવરજવર કરવા દીવ પ્રશાસનની જરૂરી પરવાનગી મેળવવાની રહે છે. જેના માટે દીવ કલેકટરેટ કચેરીમાં કર્મીઓની નિયુક્તિ કરેલ છે. આ કચેરીમાં ટુરિઝમ વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓની કામ કરવાની પદ્ધતિ અને શાંત અને સરળ સ્વભાવના કારણે દરેક લોકોમાં પ્રશંસાને પાત્ર બન્યા છે. તેમની સાથે કામ કરનાર તેમની ટીમનું કામ પણ પ્રશંસાને પાત્ર છે.
Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel NO 981 સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.