રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના પંથકમાં લોકડાઉન હળવુ થતા દારૂના બુટલેગરો સક્રિય બન્યા છે. જીલ્લાની સાયબર સેલ ત્થા ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા ઉના તાલુકાનાં તડથી કોબ ગામ જતા રસ્તામાં એક બાતમીવાળા મકાનમાં રેડ પાડતા કોડીનારથી દારૂના જથ્થાની ડીલેવરી લેવા આવેલ નાથાભાઈ સોલંકી, દિપકભાઈ મેર, સંજયભાઈ મેર, અકરમ યુસેફને જુદીજુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ ૪૮૦ નંગ રૂા.૨૮૮૦૦ મુદામાલ સાથે પકડી પાડતા આ દારૂનો જથ્થો પાંચીબેન રાણાભાઈ કોળીએ દિવથી મંગાવેલ હતો અને તેમને લેવા બોલાવેલ હોવાનુ પકડાયેલ આરોપીએ પોલીસને જણાવતા મહિલા બુટલેગર પાંચીબેન હાજર ન હોય પાંચ સામે નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. નવાબંદર મરીન પોલીસે દારૂની મહિલા બુટલેગરને પકડવા તજવીજ હાથ ધરી છે.