રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શેઠ ફળીયા વિસ્તાર ગાય ચોગાન માં એક આધેડ રસિક ભાઈ ઉર્ફ હકાભાઈ રતિલાલ ખીલોસિયા ઉમર વર્ષ 65 નું રાત્રીના સમયે મકાનમાં આગ લાગવાથી સળગવાથી જવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું.જો કે આગ કઈ રીતે લાગી તે અકબંધ છે.જમવાનું દેવા આવતા વ્યક્તિ ને ઘરમાં જતા આગ તેમજ સળગેલી હાલતમાં લાશ દેખાઈ હતી.
સ્થાનિકો દ્વારા તાત્કાલિક આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.આગ કઇ રીતે લાગી તે કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવસે હાલ કારણ અકબંધ છે માંગરોળ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.લાશને પી એમ માટે માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.