શહેર સહિત જિલ્લાભરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કોરોના વાયરસની તકેદારી વિશે જાગૃતતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરજનોને COVID19 (કોરોના વાયરસ )થી કઈ રીતે બચી શકાય,તેમના લક્ષણો શું ? અને જો પોઝેટીવ લક્ષણો જણાય તો શું કરવું અને કેવા પ્રકારના સાવચેતીના પગલાં લઇ શકાય તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન મોટી સંખ્યામાં નગરજનોને પુરું પડ્યું હતું.