રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સાથે અંકુર ઋષી,રાજપીપલા
નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે વિકાસના કાર્ય સરકાર દ્વારા કરાઈ રહ્યા છે.રાજપીપળાની પણ કાયાપલટ કરવા તંત્ર કટીબદ્ધ બન્યું છે ત્યારે રાજપીપળા શહેરના સ્મશાનભૂમિ નજીક ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ થતું હોવાની ફરિયાદને લઈને માછી સમાજના આગેવાનો નર્મદા કલેકટર પાસે ન્યાયની માંગણી લઈને પહોંચ્યા હતા.
રાજપીપળા માછી સમાજના આગેવાનોએ સોશિયલ ડિસ્ટન્સ રાખી ગેરકાયદેસ માટી ખોદકામના આક્ષેપ સાથે કલેકટર કચેરીના પટાંગણમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.એમણે પોતાની રજુઆતમાં એમ જણાવ્યું હતું કે રાજપીપળાના સ્મશાનભૂમિની જગ્યામાં અજાણ્યા ઈસમો દ્વારા JCB નંબર GJ 19 B 6874 તથા GJ 22 A 3416 અને GJ 22 U 0661 ટ્રેક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે.આ સ્મશાનભૂમિ પર અમારા તથા અન્ય સમાજનાં સ્વજનોને ઘણા વર્ષોથી દફન વિધિ કરીએ છે.હાલ માછી સમાજ પાસે દફનાવવા માટે અન્ય કોઈ જગ્યા ઉપલબ્ધ નથી.તો રાજપીપળા સ્મશાનભૂમિમાં થઈ રહેલું ગેરકાયદેસર માટી ખોદકામ અટકાવવામાં આવે એવી અમારી માંગ છે.