વાઘોડિયા તાલુકાના ગોરજ ગામ પાસેથી પસાર થતી દેવ નદીમાં કપડા ધોઇ રહેલી વૃદ્ધ મહિલાને ખેંચી ગયો હતો. મહિલાએ બુમાબુમ કરતા ગામના યુવાનો દોડી ગયા હતા. અને મહિલાને મગરના મોઢામાંથી છોડાવી હતી. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં દિલધડક દ્રશ્યો જોવા મળ્યા હતા. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
મહિલાએ મગર સાથે જીવ સટોસટનો જીવ ખેલ્યો
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગોરજ ગામમાં રહેતી જવારાબેન લક્ષ્મણભાઈ પરમાર(70) દેવ નદીમાં કપડા ધોઇ રહી હતી. તે સમયે અચાનક જ મગરે તરામ મારીને મહિલાને પોતાના મોઢામાં દબોચીને પાણીમાં ખેંચી ગયો હતો, જોકે મહિલા પણ હિંમત હારી ન હતી. મહિલા પણ મગરના મોઢામાં હોવા છતાં જીવ સટોરિયાનો ખેલ મિનિટો સુધી ખેલી પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો અને બુમાબુમ કરી મૂકી હતી. જેથી ગામના કાળુભાઇ દીપાભાઈ, વિનોદ અમરતભાઇ અને ગણપત શંકરભાઇ નામના યુવાનો પોતાના જીવની પરવા કર્યાં વિના મહિલાને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા હતા અને મહિલાને મગરના મોઢામાંથી બચાવી લીધી હતી.
પાણીની સમસ્યા હોવાથી નદીમાં કપડા ધોવા જવુ પડે છે
ગોરજ ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે, પાણી નિયમિત ન મળતાં મજબુરીમાં મહિલાઓને કપડા ધોવા માટે ગામની દેવ નદીમાં જવું પડે છે, ત્યારે ભૂતકાળમાં પણ નદી કિનારે કપડા ધોવા ગયેલી ઘણી મહિલાઓને મગરોએ શિકાર બનાવી હતી