મોરબી: હળવદમાં પોલીસ હોમગાર્ડ કચેરી જર્જરીત હાલતમાં

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

દીવાલોમાં તિરાડો પડી જવા સાથે છત પરથી પતરાં પણ નીકળી ગયેલ છે.

હળવદ શહેરાના લક્ષ્મીનારાયણ ચોક પાસે આવેલ પોલીસ હોમગાર્ડ કચેરી જર્જરીત હાલતમાં છે. વર્ષો જૂની હોવા સાથે સિમેન્ટના પતરા કેટલીક જગ્યાએ તૂટી ગયા છે. પોલીસ હોમગાર્ડ કચેરી નવીન બને તે માટે અનેક વખત રજૂઆત કરવા છતા પરિણામ મળતું નથી. પોલીસ હોમગાર્ડ કચેરી નવીન વહેલી તકે બને તેવી માગ છે.

હળવદ શહેર મેન ચોક ખાતે આવેલી ગામની પોલીસ હોમગાર્ડ કચેરી જર્જરીત હાલતમાં, કચેરી વર્ષો જૂની હોવાથી જજરીત હાલતમા છે પોલીસ હોમગાર્ડ કચેરી ખાતે પોલીસ જવાનની અવર જવર સતત રહેતી હોય છે. પોલીસ હોમગાર્ડ કચેરી નવીન બને તે માટે અન્ય કચેરી ખાતે પણ રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે પોલીસ હોમગાર્ડ કચેરી દિવાલોમા તિરાડો પડી જવા સાથે છત પરના સિમેન્ટના પતરા પણ અમુક જગ્યા એ તૂટી ગયા છે. પોલીસ હોમગાર્ડ કચેરીમાં સ્ટાફ્ હાલ ભયના ઓથાર તળે તેમની ફરજ નિભાવી રહયા છે. ત્યારે અહી કોઈ મોટી ઘટના બને પછી તંત્ર આ અંગે પોતાની જવાબદારી સ્વીકારશે?
આ જજરીત પોલીસ હોમગાર્ડ કચેરીના મકાનને તોડી પાડીને નવું મકાન બનાવવા માટે કચેરી દ્વારા વહેલામા વહેલી તકે કોઈ યોગ્ય અને ઠોસ કદમ ઉઠાવવામા આવે તે અત્યંત આવશ્યક છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *