રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
લોકડાઉન બાદ માંડ માંડ વેપાર ધંધા ની શરૂઆત થઈ હતી.ત્યાં જ કોરોના પોઝિટિવ કેસ આવતાં બે દિવસ બજાર બંધ રહ્યું હતું.વેપારી ઓ ની રજૂઆત ને ધ્યાને લઈ પાટડી નાયબ કલેકટર દ્વારા તમામ નિયમો નું પાલન વેપારીઓ અને ગ્રાહકો દ્વારા કરવામાં આવે તે શરતે દુકાનો ખોલવા ની મંજુરી આપવા માં આવી હોવા છતાં સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન ના કરનાર અને માસ્ક નો ઉપયોગ ના કરનાર લોકો ને આજે નગર પાલિકા ના ચીફ ઓફિસર શ્રી મકવાણા સાહેબ,તેમજ નીરવભાઈ સુથાર,વિપુલભાઈ ભાવસાર,સંદીપભાઈ પટેલ દ્વારા તમામ દુકાનો નું ચેકીંગ કરી નિયમો નું ઉલંઘન કરનાર ૧૭ જેટલા વહેપારી ઓ ને ૨૦૦/₹ લેખે દંડ ફટકારવામાં આવેલ આવ્યો હતો.