રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
સાવરકુંડલા-રાજુલા-પીપાવાવ હાઇવે પર વાડી લાઇનનો જીવિત ઇલેવન તાર રોડ પર તુટતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો જોકે સ્થાનિક લોકોની મદદથી જીવિત તારને હટાવી દેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. અમરેલી-સાવરકુંડલા-રાજુલા હાઇવે પર મોટા આગરીયા ગામ નજીક સાંજના સમયે વાડી લાઇનનો પસાર થતો જીવિત ઇલેવન લાઇનનો તાર તુટતા કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. જોકે નજીક માંથી દોડી આવેલ ખેડુતો અને વાહન ચાલકોની મદદથી સાવચેતી પૂવેક જીવિત ઇલેવન તારને ખસેડાતા વાહન વ્યવહાર પુનઃ શરૂ થયેલ રાહદારીઓ અને ખેડુતોની મદદથી સદનશીબે જાન હારી થતા અટકી ગઈ હતી એકબાજુ વરસાદી માહોલથી માર્ગો ભેજવાળા હોવાથી સ્પાર્ક થતા ઝડપી દુર્ઘટના બનતી હોય છે સદનશીબે દુર્ઘટના ટળતા રાહદારીઓના અધ્ધરતાલ થયેલા શ્વાસ બેઠાં હતા.