હાલમાં ચાલી રહેલ કોરોના વાઇરસની મહામારી વચ્ચે સરકાર શ્રી ઘ્વારા લોકડાઉનનું સફળતા પૂર્વક સંચાલન કરીને આ મહામારીમાં દેશ તેમજ આપણા રાજ્યમાં ઓછામાં ઓછી અસર થાય તેવા લોકઉપયોગી પગલાં લઈને પ્રસંશનીય કામગીરી કરેલ છે જે સરાહનાને પાત્ર છે.
હાલમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય ઘ્વારા અનલોક ૧ ના કાર્યક્રમ મુજબ દેશભરના મંદિરો તેમજ અન્ય ધાર્મિક સ્થળોને તારીખ ૮ જૂનથી સરકાર શ્રી ઘ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડ લાઈન પ્રમાણે રાબેતા મુજબ ખોલવાની જાહેરાત કરેલી છે. શ્રી કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ મંદિર ખાતે મંદિરના પુનઃનિર્માણ તેમજ યાત્રિકો માટેના નવા પગથિયાં તેમજ અન્ય બાંધકામના કામો ચાલુ હોવાથી યાત્રીકોની સલામતીને ધ્યાનમાં રાખતા મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ ૨૦ જૂન સુધી યાત્રીકોને મંદિરમાં પ્રવેશ આપવામાં નહિ આવે. સમગ્ર દેશમાં તમામ મંદિર લોકડાઉન દરમિયાન બંધ હતા પરંતુ અનલોક ૧ માં છૂટછાટ મળતા સરકાર શ્રી દ્વારા ૮ જૂન થી મંદિરો ખોલી શકાય છે પરંતુ મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ ૨૦ જૂન સુધી પાવાગઢ શ્રી કાલીકા માતાના મંદિરના ઘ્વાર બંધ રહેશે. તેમજ શ્રી કાલીકા માતાજીના નિજ મંદિરની સેવા રાબેતા મુજબ થશે. ભાવિક ભક્તોને પડનારી આ અસુવિધા બદલ દરગુજર કરવા વિનંતી. તેમજ ભાવિક ભક્તો પોતાના સ્વાસ્થ્યને શ્રી માતાજીની ભક્તિ કરવા અપીલ કરવામાં આવે છે.