રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
શિયાળા-ઉનાળામાં ઠંડી-ગરમી પ્રકોપ અને વાવઝોડાથી મોરવા ખરી પડતા કેરીનો પાક નિષ્ફળ ગયો
કેસર ૧૦૦૦-૧૨૦૦,હાપુસ ૧૧૦૦-૧૨૦૦ અને તોતાપુરી ૮૦૦-૧૦૦૦ ભાવ
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નમૅદા જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતોની હાલત દયનીય બની જવા પામી છે,અને કેટલાક ખેડુતો ખેતરમાં કેરીની વાડી બનાવી કેરીના પાકનું વેચાણ કરી ઘરગુજરાન ચલાવતા હોય છે,
જેમાં નેત્રંગ તાલુકાના કેટલાક ગામોમાં કેરીની વાડી આવેલ છે,અને દરવષૅ કેરીના પાકનું મબલખ ઉત્પાદન થાય છે,પરંતુ આ વષૅ શિયાળાની સિઝનમાં ગુલાબી ઠંડી અને ઉનાળાની સિઝનમાં ભયંકર ગરમીના પ્રકોપની સાથે અવરનવર તેજગતિના વાવાઝોડાના કારણે કેરના ઝાડ ઉપર આવેલ મોરવા ખરી પડતા આ વષૅ કેરીનો પાક નિષ્ફળ ગયો છે જેથી આ વષૅ નેત્રંગના બજારમાં કેરીની અછત જણાઇ રહી છે,અને કેરીના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે,જેમાં કેસર ૧૦૦૦-૧૨૦૦,હાપુસ ૧૧૦૦-૧૨૦૦ અને તોતાપુરી ૮૦૦-૧૦૦૦ ભાવ જાણવા મળ્યો છે,અને આવનાર સમયમાં કેરીનો ભાવ વધુ થવાની શક્યતાઓ જણાઈ રહી છે.ત્યારે કેરીના પાકની વાડી કરતાં ખેડુતોની હાલત દયનીય બની જવા પામી છે.