રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
રાજકોટ ના યુવાનો આકાશ દાવડા, મૌલેશ ઉકાણી, હિતેષ ડાંગર, જીગ્નેશ સંચાણીયા દ્વારા સેનીટાઇઝ મશીનો તૈયાર કરવામાં આવેલા છે, જે સેનીટાઇઝર લીક્વીડ સાથે ગુજરાત ના તમામ મોટા ધાર્મિક સ્થાનોમા અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે, જેનો પ્રારંભ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે ૧૦ મશીન સેવામાં આપી કરેલો હતો. આજરોજ ટ્રસ્ટ ના વિ.આઇ.પી ગેસ્ટ હાઉસ ખાતે આકાશ દાવડાએ ટ્રસ્ટ ના જનરલ મેનેજર શ્રી ને મશીનો આપેલ હતા, આ પ્રસંગે વિશેષ સેવા બદલ તેઓનું સન્માન કરવામાં આવેલ હતું.