હાલ કોરોના મહામારી ચાલી રહી છે અને આજના સોશ્યિલ મીડિયાના યુગમાં સૌ કોઈ પોતાના અભિપ્રાય રજુ કરતા હોય છે જોકે સરકારી શિક્ષકો સરકાર વિરુદ્ધ કાઈ લખી શકતા નથી અને લખે તો કાર્યવાહી થતી હોય છે આવો જ કિસ્સો મોરબી જીલ્લામાં બન્યો છે જ્યા એક સરકારી શિક્ષકે સરકાર વિરુદ્ધ પોસ્ટ કરવી ભારે પડી ગઈ છે આ પોસ્ટની ગંભીર નોંધ લઈને શિક્ષક સામે ફરજ મોકુફીના પગલા લેવાયા છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના નવા ઢવાણા ગામની શાળાના શિક્ષકે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધમાં પોસ્ટ કરી હતી. કિસ જાહિલ કો પી એમ બનાયા, ગરીબો કો કોરોના મેં મરને કે લિયે છોડ દિયા અને ચોરો કે હાથ સરકાર હે તેવી પોસ્ટ મૂકી હતી જેને પગલે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ બાબતની ગંભીર નોંધ લઈને તુરંત કાર્યવાહી કરી છે. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષક જીજ્ઞેશ વાઢેરને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે અને સરકાર વિરોધી પોસ્ટ કરવી સરકારી શિક્ષકને ભારે પડી ગઈ છે.
Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 Krishna GTPL Chanel NO 981 સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.