નર્મદા: કોરોનાનો વધુ એક કેસ આવ્યો: L&T કંપની હેઠળ કામ કરતા શ્રમિકને કોરોના પોઝિટિવ

Corona Latest Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા

નર્મદા જીલ્લા ના કેવડીયા ખાતે વાગડીયા પાસે કાર્યરત એલ એન્ડ ટી કંપની ના શ્રમિક ને કોવીડ-૧૯ નો પોઝીટીવ કેસ આવ્યો છે, તા.૩૦/૦૫/૨૦૨૦ ના રોજ સેમ્પલ લેવામા આવ્યો હતો જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, આ શ્રમિક જેનુ નામ સરજુ શુરેશ વિશ્વકર્મા છે. તે તા.૨૭/૦૫/૨૦૨૦ ના રોજ સુરત થી કેવડીયા ની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.

કોવીડ-૧૯ ના નર્મદા જીલ્લા મા હાલ કુલ ૦૪ કેસો એક્ટીવ થવા સાથે કુલ ૧૮ ઉપર આંકડો સ્થિર થયો છે, રાજપીપળા ના કોવીડ-૧૯ આઈસોલેશન હોસ્પીટલમા દર્દીઓની સારવાર ચાલી રહી છે.

કેવડીયા નજીક ના વિવાદાસ્પદ છ ગામો મા થી આરોગ્ય વિભાગે 300 થી વધુ સેમ્પલો લેતાં સોશ્યિલ મિડીયા મા આ વાત ને લઈ ને દેકારો મચી ગયો હતો કે “સરકાર ના ઈશારે આ ગામો મા કોવીડ-19 ના કોરોના પોઝીટીવ દર્દીઓ બતાવી આખાં એરીયા ને કંટેન્મેન્ટ ઝોન જાહેર કરવો જેથી લોકો સજ્જડ રીતે પોતાના ઘરો ની અંદર પુરાઈ રહે અને નિગમ આ પરિસ્થિતિ નો લાભ ઉઠાવી કાંટાળી વાડ નુ કામ નિર્વિઘ્ને પાર પાડી લે” આરોગ્ય વિભાગ ની કામગીરી એ વખતે શંકા ના ઘેરા મા આવી ગઈ હતી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *