બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામે પ્રાથમિક શાળા ની પાછળ આવેલી જમીનમાં આજરોજ સરદાર સરોવર નર્મદા નિગમ તથા નાયબ કલેકટર અને વહીવટદાર કચેરી ના અધિકારીઓ ફેન્સીંગ ની કામગીરી કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે આવ્યા હતા જેને લઇને ગામ લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા આ ઘર્ષણ દરમિયાન ગામનો એક યુવાન ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ગામના એક યુવાને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા મામલો ગરમાયો આ ઘર્ષણ નો મામલો સવારથી ચાલુ હતો જે ધીરે-ધીરે સમય જતાં ઉગ્ર બનતો ગયો ગામ લોકોનું કહેવું છે કે નિગમના અધિકારીઓ લોકડાઉંનની પરિસ્થિતિમાં કોની મંજૂરીથી કામગીરી કરાવી રહ્યા છે અમે અહીં સવારથી જ નિગમના અધિકારીઓ કે જેવો આજરોજ ફેન્સીંગ ની કામગીરી કરવા માટે આવ્યા છે તેમની સાથે મળીને વાત કરવા માગીએ છીએ પરંતુ અધિકારીઓ અમને કોઈ પણ પ્રકારનો જવાબ આપતા નથી અને અમારી સાથે વાત કરવાની ના પાડે છે અને પોલીસને આગળ કરે છે
આજરોજ પોલીસ અને ગામ લોકો વચ્ચે જમીનની બાબતને લઈને ઘર્ષણ થયું હતું અને મામલો ગરમાયો હતો ગામલોકો વારંવાર અધિકારીઓને વિનંતી કરતા રહ્યા તેમ છતાં પણ લોકડાઉંન જેવા કપરા સમયમાં આ અધિકારીઓ એકના બે ન થયા અને કામગીરી ચાલુ રાખતા અંતે પોલીસ તથા ગામ લોકો વચ્ચે ઘર્ષણ કરાવી ઘટના સ્થળ છોડી ભાગી ગયા વારંવાર ઘર્ષણના દ્રશ્યો છેલ્લા દસ દિવસથી આ કામગીરી દરમિયાન જોવા મળ્યા છે તો આ માટે જવાબદાર કોણ? મીડિયા કર્મીઓ એ પણ કામગીરી કરાવવા માટે આવેલા અધિકારીઓને આ કામગીરી બાબતે પૂછતા અધિકારીઓ પણ મીડિયા સમક્ષ કોઈ પણ પ્રકારનો નિવેદન આપતા નથી જેથી કરીને વારંવાર આવા મોટા ઘર્ષણના દ્રશ્યો ઘટનાસ્થળ પર જોવા મળે છે ક્યાં સુધી આવા ગરીબ આદિવાસી સમાજના પરિવારો પર અત્યાચાર ગુજારવામાં આવશે? આ ગરીબ આદિવાસી સમાજના પરિવારજનોનો જમીનના મુદ્દાઓને લઈને યોગ્ય ઉકેલ આવશે ખરો? તે હવે જોવાનું રહ્યું છે.