જૂનાગઢની મહિલાનું કોરોના વાઇરસના કારણે મોત, જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કારણે પ્રથમ મોત નોંધાયું

Corona Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

જૂનાગઢ ઝાંઝરડા રોડ સમીપ રહેતા રશ્મીબેન એચ. રાવલ નામની ૫૪ વર્ષીય મહિલાનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. ત્રણ દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહિલાનું રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મહિલાનું મોત થયુ હતું. મહિલાને હાઇપર થાઈરોઈડની બીમારી હતી. ભોગ બનનાર સ્વ.રશ્મિબેન એચ રાવલ (૫૪) જુનાગઢ PGVCL ના રૂરલ ડિવઝન-1 ના રેવન્યુ વિભાગમાં જુનિ.આસી. તરીકે ફરજ બજાવતા હતા. ઘટનાની સહુએ ગંભીરતા લેવાની જરૂર છે કારણ કે માત્ર ત્રણ દિવસની બીમારીમાં મોત થયું છે. મનપાની આરોગ્ય ટીમ દ્વારા ત્રણ દિવસથી મથામણ કરવામાં આવી રહી છે કે મહિલાને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો છે? આ અંગે તંત્ર દ્વારા કોઈ જ પુષ્ટિ કરવામાં આવી નથી. તેમજ મહિલાની હિસ્ટ્રી અને લોકેશન અંગે પુછપરછ કરતા એક અઠવાડિયામાં કુલ ૧૮૦ લોકોના સંપર્કમાં આવ્યા હતા.અત્યારે એ દિશામાં પ્રશાસનની ટીમ કામ કરી રહી છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *