રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટેકા ના ભાવે કપાસ ની ખરીદી શરુ છે જેમાં ખેડૂતો ના હજુ પણ ઘણા પ્રશ્નો છે તે સમજવા માટે બે દિવસ પહેલા રાજુલા માં ખરીદ કેન્દ્દ ની મુલાકાત લીધી. ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા ક્રમ વાર જ ખરીદી થાય , નવી નોંધણી ઓ શરુ થાય , ગુણવત્તા વાળા કપાસ સિવાય ની બાબતો નો નિકાલ કેવી રીતે થાય , પ્રેસિંગ થયેલી ગાંસડી ઓ ની વ્યવસ્થા ઓ કેવી રીતે હોય છે એ ની પણ ચકાસણી કરી .આ બાબતે જવાબદાર અધિકારી ઓ ને યોગ્ય કરવા અને ખેડૂતો નું ભલું થાય તે માટે આગામી દિવસો માં શું કરી શકાય તેની વિગતો પણ મેળવી.
આજ રોજ નીંગાળા-01 ગામે કોરોના વાઇરસ અને રોગચાળા ને ધ્યાન મા લઈને સમસ્ત ગામના નગરજનો ના સ્વાસ્થ્ય ની ચિંતા ના પૂર્વ આયોજન ના ભાગ રૂપે મનરેગા યોજના હેઠળ નાં કામમાં તથા સમગ્ર ગામ માં ઘરે ઘરે જઈને ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તરફથી રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે હોમિયોપેથીક દવા ની માહિતી સાથે વિતરણ કરવામાં આવ્યું.