રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
આજરોજ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામમાં પ્રાથમિક શાળાની પાછળ આવેલી જમીનમાં સરદાર સરોવર નર્મદા નિગમ તથા નાયબ કલેકટર અને વહીવટદાર કચેરીના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે ફેન્સીંગની કામગીરી કરવા માટે આવ્યા હતા. જેને લઇને ગામલોકો અને અધિકારી તથા પોલીસ વચ્ચે શાબ્દિક બોલાચાલી ના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગામ લોકોનું કહેવું છે કે ફેન્સીની કામગીરી કરાવવા માટે આવેલા અધિકારીઓ કોની મંજૂરીથી આ કામ કરાવી રહ્યા છે મહત્વની બાબત તો એ છે કે હાલમાં પૂરા દેશમાં કોરોના વાયરસની મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે તેમ છતાં પણ આ અધિકારીઓ કોની મંજૂરીથી કામગીરી કરાવી રહ્યા છે તે સમજાતું નથી. શું આવા અધિકારીઓને લોકડાઉન લાગતું નથી હાલમાં નર્મદા જિલ્લા કલેક્ટરે ૧૪૪ ની કલમ પણ લાગુ કરેલ છે તો શું આવા અધિકારીઓને આવી કલમો ન લાગે. ગુજરાત સરકારના કાયદા અને કાનૂન માત્રને માત્ર ગરીબ તથા મધ્યમ વર્ગને પરિવાર માટે લાગુ પડે છે માલેતુજારોને આવા કાયદા લાગુ પડતા નથી. વધુમાં ગામ લોકોએ જણાવ્યું હતું કે હાલમાં લોકડાઉન એ પરિસ્થિતિમાં અમે બહાર નીકળીએ છીએ તો પોલીસ દ્વારા અમારી પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે તો આવા અધિકારીઓ સામે પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે ખરી? શા માટે પોલીસ આવા અધિકારીઓ સામે પગલાં નથી લેતી? શું નર્મદા પોલીસ પર કોઈનું દબાણ હશે? વગેરે જેવી લોક ચર્ચાએ જોર પકડયું છે અહીં સરકારી કચેરીના અધિકારીઓ જ સરકારના આદેશનું પાલન કરી રહ્યા નહિ, શું સરકાર પણ આવા અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેશે?