રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે લોકડાઉંનનો ખુલ્લેઆમ ભંગ જોવા મળ્યો હતો હાલમાં લોકડાઉંન નો પાંચમો તબક્કો ચાલી રહ્યો છે તેમજ દેશના વડાપ્રધાન શ્રી એ લોકડાઉંનનો અમલ કરવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે તેમજ નર્મદા જિલ્લામાં 144 કલમ પણ લાગુ પડેલ છે તેમ છતાં પણ આ વિસ્તારના લોકો કોઈપણ જાતના ડર વગર બિન્દાસપણે માસ્ક સૅનેટાઇઝર તેમજ ગ્લોઝ તથા સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરતા નથી જેને લીધે કોરોના ના કેસો વધવાનો મામલો કેવડીયા કોલોની વિસ્તારમાં ધીરેધીરે વધતો જોવા મળ્યો છે જાણવા મળેલ છે કે હાલમાં પણ કેવડીયા કોલોની વિસ્તારમાં કોરોના નો એક પોઝિટિવ કેસ બહાર આવ્યો છે પચીસ વર્ષના એક યુવાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે જે એલ એન ટી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.