રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
શ્રી ૮૪ જ્ઞાતિ દીવ બ્રહ્મસમાજ દ્વારા સવારે હાટકેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ શ્રીગણેશજી, નવગ્રહ, મહાદેવ તથા મહાલક્ષ્મી, મહાકાલી, મહાસરસ્વતી અને ગાયત્રી માતાનું માનસ પૂજન તથા યજ્ઞના સાક્ષી પ્રત્યેક્ષ ભૂદેવનું પૂજન કર્યાં બાદ સોપારી હોમીને પૂર્ણાહુતિ આપવામાં આવી હતી. વેદમાતા ગાયત્રી યજ્ઞનો મુખ્ય હેતુ મહામારી કોરોના વાયરસ વિશ્વમાંથી નાબૂદ થાય અને કોરોના વાયરસમાં જે કાર્યકર્તા છે તે નિરોગી રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.