રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
વૈશ્વિક મહામારી કોરોના એ જયારે સમગ્ર વિશ્વમાં આતંક મચાવ્યો છે ત્યારે આ સમયમાં કેટલાક નેતાઓ અને સમાજસેવકો દેવદૂત બનીને જનતા ની સેવા કરવામાં ક્યારેય પાછી પાની કરતા નથી . આવાજ જનતાના સેવક અને લુણાવાડાના યશસ્વી ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક ને વૈશ્વિક મહામારી કોરોના માં કરેલ અભૂતપૂર્વ કામગીરી બદલ લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સ્ટાર ૨૦૨૦ સિર્ટીફીકેટ એનાયત કરીને તેમની કામગીરીને ધન્યવાદ આપ્યા હતા.ઉલ્લેખનીય છે કે સંસ્થા એ સ્ટાર ૨૦૨૦ સિર્ટીફીકેટ સમગ્ર દેશમાં જેને અમૂલ્ય કામગીરી કરેલ હોય તેવા સન્માનિત વિભૂતિઓને આપીને સંસ્થા તેમનું અભિવાદન કરે છે. સંસ્થા એ સ્ટાર ૨૦૨૦ સિર્ટીફીકેટ ભારત માં શ્રી અમિતાભ બચ્ચન , શ્રી રતન ટાટા , શ્રી આદિ ગોદરેજ , શ્રી નીતિન ગડકરી જી , શ્રી અક્ષય કુમાર સહીત દેશના નામી હસ્તીઓને આ સિર્ટીફીકેટ થી સન્માનિત કરેલ છે ત્યારે લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશ સેવક ને પણ આ વિભૂતિઓ સાથે સન્માનિત થયા છે ત્યારે આ અધભૂત ક્ષણ ળલુણાવાળાની જાણતા માટે આનંદ માટેની ક્ષણ છે. સ્ટાર ૨૦૨૦ સર્ટિફિકેટ બદલ લંડનના સાંસદ શ્રી વીરેન્દ્ર શર્મા , સંસ્થાના ભારત ના અધ્યક્ષ શ્રી સંતોષ શુક્લ અને ડિરેક્ટર અને ગુજરાતના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી એ શ્રી જીગ્નેશભાઈ સેવક ને અભિનંદન પાઠવ્યા હતા.