રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદમાં આવેલ સરાનાકા પાસેના જુના દલિતવાસ વિસ્તારમાં શેરીમાં બોલેરો કાર પાર્ક કરવા મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ તલવાર-પાઇપ અને છુટા પત્થરના ઘા કરીને જીવલેણ હુમલો કરીને મારામારી કરવામાં આવી હતી જેમાં ફરીયાદ નોંધાવા પામેલ છે.
હળવદના જુના દલિતવાસ સરાનાકા પાસે રહેતા જીવણ મગનભાઈ પરમાર (ઉંમર ૨૧) તેમજ સાહેદ જ્યોતિબેનને મારામારીના બનાવમાં ઇજા થતા બંનેને સારવાર માટે લઈ જવાયા હતા બાદમાં જીવણ મગનભાઈ પરમારે હળવદ પોલીસ મથકે ત્યાંના જ રહેવાસી મોહન ગણેશ પરમાર , નયન મોહન પરમાર, કાળુ જયંતિ પરમાર, મહેન્દ્ર જયંતી પરમાર, પ્રેમીલાબેન મોહન પરમાર, મંજુલાબેન જયંતિ પરમાર અને જયંતિ મોહન પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે શેરીમાં બોલેરો કાર પાર્ક કરેલી હોય તે મુદ્દે ઝઘડો કરવામાં આવ્યો હતો અને બાદમાં તલવાર અને લોખંડના પાઇપ વડે તેમજ છુટા પથ્થરના ઘા કરીને હુમલો કરાયો હતો જેમાં તેઓને તેમજ સાહેદ જયેાતિબેનને ઈજા પહોંચી હતી ફરિયાદ નોંધાતા પીએસઆઈ પી.જી.પનારાએ આગળની તપાસ હાથ ધરી છે.