રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
કોરોના વાયરસની મહામારીને કારણે દેશમાં લોક ડાઉનની સ્થિતિ ઉત્તપન્ થઇ હતી ત્યારે ગુજરાતમાં પણ આશરે ત્રણ મહિના જેટલું લોકડાઉન પાળવામાં આવેલ .જ્યારથી લોકડાઉનના આદેશ આપવામાં આવ્યા ત્યારથી સમગ્ર રાજ્યમાં એસ..ટી. બસ સેવા બંધ કરી દેવામાં આવશે હતી.જે આજરોજ તારીખ 1/6/2020 ના રોજ વિરમગામ એસ.ટી.વહીવટીતંત્ર દ્વારા પુનઃ વિરમગામથી નહેરુનગર અને વિરમગામથી બેચરાજી એમ બે રૂટ ચાલુ કરવામાં આવ્યા છે. જે સીધા જે તે બસ સ્ટોપ સિવાય વચ્ચે કોઇપણ જગ્યાએ ઉભી રાખવામાં આવશે નહિ અને એસ.ટી.બસમાં મુસાફરોની જે ક્ષમતા છે. તેના 50 % મુસાફરો ને ચહેરા પર માસ્ક પહેરેલ હશે તેને જ મુસાફરી કરવા દેવામાં આવશે તે સાથે અત્યાર સુધીમાં 15 બસો બન્ને રૂટમાં રવાના કરી જેમાં દરેક મુસાફરોને થર્મોલ મશીનથી ચેક કરીને એસ.ટી.બસમાં બેસવા દેવામાં આવ્યા હતા.જે સેટ્રલ ઓફિસની સૂચના મુજબ ચલાવવા આવશે.