રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી
અમરેલી જિલ્લાના પુર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ રાજુલાના પીપાવાવ ગામમાં ચાલતી રાહત કામગીરીની મુલાકાત લીધી હતી જેમાં મજૂરોને કોઈ બાબતની મૂંઝવણ અંગે ચર્ચાઓ કરી વિવિધ સૂચનાઓ આપી હતી.પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઈ બારૈયા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ શિયાળ મધુભાઈ સાખટ તેમજ ભાજપ આગેવાનો દ્વારા મુલાકાત લીધી હતી.