રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી જીલ્લાના હળવદમાં અધિકારીઓને કામ કરવું મુશ્કેલ છે તે વધુ એક વખત સાબિત થઇ ગયું છે કેમ કે, અગાઉ કડકા કામગીરી કરનારા અધિકારીઓ રાજકીય આગેવાનોને આંખમાં કણાની જેમ ખૂચ્યા હોવાથી તેની બદલી કરવામાં આવી છે તેવી જ રીતે હાલમાં હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ અને કેટલાક જવાનોની બદલી છેલ્લા દિવસોમાં બદલીઓ કરવામાં આવી છે જેથી કરીને હાલમાં હળવદ તાલુકામાં અધિકારીઓ અને કર્મચારીઓને કામગીરી કેવી રીતે કરવી તે પ્રશ્ન ઉભો થયો છે.
ખનીજ ચોરી માટે ન માત્ર મોરબી જીલ્લામાં પણ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જે નામની ચર્ચા કરવામાં આવે છે તે હળવદ શહેરમાં નોકરી કરવા માટે આવતા અધિકારીઓને રાજકીય આગેવાનોના કહ્યાગરા બનીને જ નોકરી કરવી પડે જો તે કાયદા મુજબ કામગીરી કરે તો તેની બદલી નિશ્ચિત જ હોય છે તે હક્કિત છે અગાઉ હળવદના મહિલા ડેપ્યુટી કલેકટર દદ્વારા રેતી માફિયાઓ અને સસ્તા અનાજની દુકાનમાં જતો ગરીબો માટેનો જથ્થો બારોબાર વેચી નાખતા ધનેડાની સામે કડક કાર્યવાહી કરી હતી જેથી તેની બદલી કરવામાં આવી હતી ત્યાર બાદ છેલ્લે હળવદ કડક અધિકારી તરીકે પોલીસ બેડામાં નોકરી કરી ગયેલા અધિકારીએ દારૂનો જથ્થો પકડ્યો હતો જે માલ પોલીસ સ્ટેશનમાં લાવીને રાજકીય આગેવાન લઇ ગયા હતા ત્યાર બાદ થોડા સમયમાં જ તેની બદલી કરવામાં આવી હતી.
આવા બનાવો રોજીંદા હળવદમાં બનતા હોય છે તે હક્કિત છે સુત્રોના કહેવા પ્રમણે હાલમાં હળવદમાં ફરજ બજાવતા એક અધિકારીને ત્યાના ટોચના રાજકીય આગેવાનો કહેવાય તેવા આગેવાનો દ્વારા તેની ફરજના સ્થળ ઉપર જઈને બેફામ અપશબ્દો કહેવામાં આવ્યા હતા તેનો વિડીયો પણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે તેમ છતાં પણ બેફામ બનેલા રાજકીય આગેવાનોની સામે કોઈ પગલા લેવામાં આવ્યા નથી અને હાલમાં જે તે અધિકારી પણ “ન બોલવામાં નવ ગુણ” સુત્રને અનુસરીને ત્યાં ફરજ બજાવી રહ્યા છે આ બનાવની સહી સુકાઈ નથી ત્યાં હાલમાં લોક ડાઉન દરમ્યાન મેડીકલ સર્ટી વગર વતનમાં જતા શ્રમિકોને રોકીને મેડીકલ સર્ટી લેવાનું કહેવાનારા જવાનને રાજકીય આગેવાન દ્વારા બેફામ અપશબ્દો કહેવામાં આવ્યા હતા ત્યારે રાજકીય આગેવાનને પણ ખાખીધારીએ ઝાપટી નાખ્યા હતા અને ગુનો ન નોંધાય તે માટે માફામાફી કરીને ભીનું સંકેલી લેવામાં આવ્યું હતું
જો કે, ત્યાર બાદ તાજેતરમાં હળવદના પીઆઈ સંદીપ ખાંભલાની બદલી કરીને તેને હેડ કવાર્ટરમાં લીવરીઝર્વ પીઆઈ તરીકે મૂકી દેવામાં આવ્યા છે જેથી કરીને આ મુદો હાલમાં ચર્ચાનો વિષય બની ગયેલ છે અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા આ પીઆઈ ઉપર ગાડી ચડાવીને તેને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તે અંગેનો ગુનો પણ નોંધાયો હતો જેમાં આરોપીની હજુ ધરપકડ કરવામાં આવી નથી ત્યાં પીઆઈની અને તેના અગાઉ પોલીસ જવાનોની બદલીઓ કરી નાખવામાં આવી છે જેથી કરીને હળવદમાં રાજકીય આગેવાનોના કહ્યાગરા બનીને નોકરી કરવામાં આવે તો જ અધિકારી કે કર્મચારી સલામત છે તે વાત વધુ એક વખત સાબિત થઇ ગયેલ છે.