રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
કાલે એક્સ એન પી દાહોદ પ્રભાબેન તાવિયાડ કેવડિયા મુલાકાતે ભાદરવા ગામ થી ચાલતા પગપારા આવ્યા હતા આને કહેવાય સમાજ માટેની લાગણી
આદિવાસી સમાજ યુવાનો, વડિલો, આગેવાનો અને બહેનો તથા માતાઓ
અસરગ્રસ્ત આદિવાસી સમાજના 14 ગામના પિડિત ગ્રામજનોમાં સમર્થનમાં ગુજરાત રાજ્યનાં આદિવાસી સમાજના તમામ લોકો અસરગ્રસ્તોની મદદમાં એમની તકલીફમાં સાથ સહકાર આપવા, એમની પડખે ઊભા રહી જવાબદારી નિભાવીએ..
આપણું આ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે અને અહિંસક છે, ભારત દેશના મૂળવાસી માલિક છીએ આપણે એટલે સરકારી માલ મિલકતને નુકશાન કર્યા વગર, પોલીસ સહિત કોઈપણ સરકારી તંત્ર સાથે ઘર્ષણમાં ઉતર્યા વગર નિંભર સરકાર દ્વારા વારંવાર કરાતાં અન્યાય સામે અવાજ ઉઠાવી ન્યાય મેળવવા માટે લડીશું.
આદિવાસી સમાજનું અસ્તિત્વ જોખમમાં હોય ત્યારે સંવિધાનનો છડેચોક ઉલ્લંઘન કરતી સરકાર સામે આપણે કલમ 144 હોય કે કોરોના મહામારી. અન્યાય કરતી સરકાર સામે એનાં જ કાયદાનું ઉલ્લંઘન કરવું એને જ આંદોલન કહેવાય, એટલે આ આંદોલન જરૂરી છે.
આંદોલન માટે સમયનો ભોગ આપીશું, તકલીફ પડશે એ સહન કરીશું પણ આદીવાસી સમાજની વારંવાર અપમાન અને ઉપેક્ષા કરતી સરકાર સામે આપણો અવાજ બુલંદ કરીશું.
સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરતાં પણ શરમાતી નથી એવી આ તાનાશાહી અને ગુંડાગર્દી કરતી અન્યાયકારી મૂડીવાદીઓની સમર્થક સરકાર સામે પ્રતિકાર કરીશું અને એ માટે સરકારી કાયદા કાનૂન, નિયમોનો અહિંસક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે લડીશું અને જીતીશું પણ.
કોઈ પણ રાજકીય પક્ષના ઝંડા કે પ્રતિક કે ખેસ વગર કોઈ પણ પક્ષના નામે સૂત્રોચ્ચાર કર્યા વગર આદીવાસી સમાજના વ્યક્તિ તરીકે જ બધાં એ જોડાવું.