રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મિણા ની સૂચના અન્વયે ગોંડલ DYSP પી.એ.ઝાલા ની સૂચના મુજબ શાપર(વે) પો સ્ટે. PSI કે.એ.ગોહિલ ના માર્ગદર્શન હેઠળ પ્રોહી પ્રવૃતિઓ નેસ્ત નાબૂત કરવા શાપર(વે) પો.સ્ટે. PSI એન.વી.હરિયાણી . તથા પો.હેડ.કોન્સ રોહિતભાઈ બકોત્રા તથા પો.કોન્સ માવજી ડાંગર તથા પો.કોન્સ રવિરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ રવુભાઈ ગિડા તથા પો.કોન્સ વિપુલભાઈ ગોહિલ પો.કોન્સ રવિરાજસિંહ વાળા અમે બધા સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસ અનુસંધાને લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય જે લોકડાઉન ની અમલવારી તથા પ્રોહી ડ્રાઈવની કામરીગી સબબ.પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન PSI એન.વી. હરિયાણી ને ખાનગી રાહે ચોક્કસ હકીકત મળેલ કે ઢોલરાગામ મા રહેતો હિમાંશુ પટેલ પોતાની વાડીએ ઇંગ્લિશ દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો રાખેલ હોય જેમાં નીચે મુજબનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે
આરોપીનું નામ તથા સરનામું:-(૧) હિમાંશુભાઈ મનસુખભાઇ ભુવા જાતે.પટેલ ઉ.વ.૨૯ ધંધો.મજૂરી રહે.ઢોલરા ગામ તા.લોધિકા જી.રાજકોટ (૨) કેકુભાઈ માગીલાલભાઈ ભુરિયા જાતે. ભીલ ઉ.વ.૩૦ ધંધો.મજૂરી રહે.હાલ હિમાંશુભાઈ પટેલની વાડીમાં ઢોલરા ગામ તા.લોધિકા મૂળ રહે. રામગઢગામ તા.ઈચ્છાવન જી.સિહોર રાજ્ય.એમ.પી (૩) કમલેશભાઈ ડાંગર
કબ્જે કરેલ મુદ્દામાલ :- બ્લેક પેસન વિસ્કી ફોર સેલ ઇન ગોવા ઓન્લી ૭૫૦ એમ.એલ કાચ ની બોટલો નંગ -૯૧૨ તથા કસીનો ક્લબ ડીલક્ષ વિસ્કી ૭૫૦ એમ.એલ ની કાચની કંપની સીલ પેક બોટલો નંગ-૭૮૩ તથા બ્લુ પીસન જીન ફોર સેલ ઇન ગોવા ૭૫૦ એમ.એલ ની કાચની કંપની સીલ પેક બોટલો નંગ-૧૯૬ તથા મોબાઈલ નંગ-૨ જેની કી.રૂ. ૫૫૦૦/- તથા કુલ મળીને ૬૬૬૩૦૦/-નો મુદ્દામાલ.કબ્જે કરાયો.