કોરોનાની અસર / IPL-13 જુલાઈ-સપ્ટેમ્બરમાં રમાડવા અંગે BCCI વિચારણા કરી રહ્યું છે

Sports

 BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ શનિવારે ફ્રેન્ચાઇઝ સાથેની બેઠક પછી જણાવ્યું હતું કે, “ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝન ટૂંકી હશે. કેટલી મેચ રમાઈ છે એ તેના પર નિર્ભર કરે છે કે ટૂર્નામેન્ટ ક્યારે શરૂ થાય છે.” જોકે હવે સામે આવી રહ્યું છે કે, BCCIએ નક્કી કરી લીધું છે કે ટૂર્નામેન્ટ જુના શેડ્યુલ પ્રમાણે 60 દિવસ જ રમાશે. જો અત્યારે સંભવ નહિ થાય તો આ સીઝન જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન રમવામાં આવી શકે છે.

ICC વિન્ડોમાં ઓછી સીરિઝ છે
જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન એશિયા કપ T-20 છે, તેમજ ઇંગ્લેન્ડ-પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ-આયર્લેન્ડની સીરિઝ છે. તે સિવાય અન્ય કોઈ દેશ આ દરમિયાન ક્રિકેટ રમવાનું નથી. BCCI જૂન-જુલાઈમાં શ્રીલંકા સામેની વનડે અને T-20 સીરિઝ પણ પોસ્ટપોન કરવા અંગે વિચારી રહ્યું છે. બોર્ડનું માનવું છે કે જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન આખી સીરિઝ રમી શકાય છે.

ટૂર્નામેન્ટ ભારતમાં રમાડવી કે વિદેશમાં?
2009માં દક્ષિણ આફ્રિકામાં આખી ટૂર્નામેન્ટ 37 દિવસમાં રમાઈ હતી. 5 અઠવાડિયા અને 2 દિવસ. બોર્ડના અધિકારીએ કહ્યું કે, ટૂર્નામેન્ટ અર્ધી ભારતમાં અને અર્ધી વિદેશમાં રમાઈ શકે છે. તેમજ શક્ય હોય તો આખી ટૂર્નામેન્ટ વિદેશમાં શિફ્ટ થઈ શકે છે. આ બધું એ બાબત પર નિર્ભર કરે છે કે તે સમયે ગ્લોબલી કોરોનાનો ઈંપેક્ટ કેવો રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *