રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ ચેમ્બર ઓફ કોમર્સ અને કેશોદ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા પોતાના ધંધા રોજગાર ચાલુ કરવા દેવા મામલતદારને રજુઆત કરવામા આવી.
કેશોદ ટ્રાવેલ્સ એશો.તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વ્રારા ટ્રાવેલ્સ ના ધધાર્થી ઓને સાથે રાખી સરકારશ્રી ને રજુઆત કરી હતી કે પોતાના ધંધા રોજગાર ચાલુ કરવા છુટ આપવામાં આવે હાલની કોરોના મહામારી માં લોકડાઉનના પાંચમાં તબબકામાં ટ્રેન અને સરકારી બસો ચાલુ થવાની હોઈ તો કેશોદ શહેરમાં ટ્રાવેલ્સના ધધાર્થીઓને પોતાના રોજગાર ચાલુ કરવા છૂટ આપવામાં આવે એ તકે ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મગનભાઈ કોટડીયા મંત્રી અશોકભાઈ રાયચડા ટ્રાવેલ્સ એશો.પ્રમુખ સાગરભાઈ બોરડ મહેન્દ્રભાઈ ધડુક તથા મોબાઈલ એશો.પ્રમુખશ્રી રાજુભાઈ બોદર તથા ટ્રાવેલ્સના ધધાર્થીઓ દ્વારા મામલતદારને રજુઆત કરવામાં આવી હતી.