રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માંગરોળ પીએસઆઇ વિંઝુડાએ ગણતરીની કલાકોમાં સાત આરોપીઓને ઝડપી પાડયા
માંગરોળ બંદર વિસ્તાર નજીક કેટલાક અસામાજિક તત્વો રાત્રીના એક લધુમતી પરિવારના ઘર સુધી ઘસી આવી બેફામ ગાળો ભાંડી ધાકધમકી આપી ડરાવવાનો હીન પ્રયાસ કરેલ. આ બનાવને પગલે શહેરમાં અરાજકતા નું વાતાવરણ ઉભું થયેલ. આ બાબતે પીએસઆઈ વિંઝુડા એ સીસીટીવી ફૂટેજ ની મદદથી ગણતરી ની કલાકોમાં બંદરના સાત આરોપી ને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.
એક તરફ બંદર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો વારંવાર લધુમતી લોકોને ટાર્ગેટ કરી મોટા માથાઓ અને રાજકીય આકાઓ ની છત્રછાયા મા કાયદો ખિસ્સામાં રાખી ફરે છે. એક પછી એક બોટો સળગાવી દેવી, કબ્રસ્તાનની અંદર ઘૂસી તોડફોડ અને આગજની કરવી, ગમે ત્યારે દાદાગીરી અને મારપીટ જેવા કૃત્યો કરી બે સમુદાય વચ્ચે વૈમનસ્ય પેદા કરવાના બદ ઈરાદા સાથે અવારનવાર ટીખળો કરતા રહે છે. આવી અનેક ઘટનાઓ બની છે અને ફરીયાદો પણ થવા છતાં જ્યાં મરીન પોલીસ આજ સુધી એકપણ આરોપી સુધી પહોંચી શકી નથી ત્યાં માંગરોળ પોલીસ ના પીએસઆઇ વિંઝુડા એ ગણતરી ની કલાકોમાં આરોપી પકડી પાડી પોલીસ પાવર બતાવ્યો છે. આરોપી ને બચાવવા આકાઓ ના હવાતિયાં શરૂ થઈ ગયા છે, ત્યારે કોઈ પણ પ્રકારની સેહશરમ વિના આવા તત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેમજ આગળ ની ઘટનાઓ મા પણ આ તત્વો સામેલ છે કે કેમ? તેની તટસ્થ તપાસ થાય તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.