રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની દેહસત છે તેવા સમયે અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલ જુના ઝાંઝરીયા ગામે કોરોનાવાયરસ નો એક 45 વર્ષ ની મહિલાને કોરોના પોઝિટિવ જાહેર થતા તેઓને સારવાર અર્થે અમરેલી ખસેડવામાં આવેલ છે તેમજ આ મહિલાના સંપર્કમાં આવેલા લોકોને ધારી ખાતે કૃષિ શાળામાં રાખી કોરન્ટાઇન કરવામાં આવેલ છે અને આ મહિલાના રહેણાક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ એરીયા જાહેર કરી દેવામાં આવ્યો છે અને અહીંથી લોકોને બહાર નીકળવા પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ત્યારે ખાસ કરીને સમગ્ર વિસ્તારની જડબેસલાક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો તદુપરાંત જાહેર કરેલ કન્ટેમેન્ટ વિસ્તારની એરિયામાં 18 ઘર અને આશરે 99 લોકોની વસ્તી હોય આ વિસ્તારની અંદર તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓના પહોચડવા માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.તેમજ સરકારી સિવાય તમામ લોકોને આ એરિયામાં અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ત્યારે ગામના સરપંચના જણાવ્યા અનુસાર આ ગામની વસ્તી આશરે 1300 લોકો છે અને સમગ્ર ગામના લોકો ખૂબ જ સાથ અને સહકાર આપી રહ્યા છે ત્યારે બીજી બાજુ પોલીસ તંત્ર અને આરોગ્ય શાખાના અધિકારીઓ પણ જુના ઝાંઝરીયા ગામ ની અંદર કંટ્રોલ રૂમ બનાવી સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે.